Provision Store(છાત્રાલય કોઠાર)

લોકભારતી છાત્રાલયકેન્દ્રી સંપૂર્ણ નિવાસી સંસ્થા હોવાને કારણે તેના જુદાં જુદાં દસેક રસોડાંઓને શાકભાજી અને કાચું સીધું પૂરું પાડવા માટે એક કેન્દ્રીય કોઠારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કોઠારના વડા ખરીદ સમિતિના માર્ગદર્શન તળે બજારમાંથી સારી અને ગુણવત્તાયુક્ત વસ્તુઓની જથ્થાબંધ અને સીઝન પ્રમાણે ખરીદી કરી લઈ સંગ્રહની સુચારું વ્યવસ્થા કરે છે. દરેક રસોડાંના ભોજન મંત્રી અઠવાડિયામાં બે વખત આ કોઠારથી પોતાને જોઈતી ચીજ-વસ્તુઓ લઈ જાય છે, જે જે તે રસોડા ખાતે કમ્પ્યુટરાઈઝ્ડ હિસાબોમાં નોંધાય જાય છે. આથી દરેકે ખરીદીની પળોજણમાં પડવું પડતું નથી અને વસ્તુ વાજબી ભાવે અને ગુણવત્તાયુક્ત મળી રહે છે.

 

Copyrights © 2019 & All Rights Reserved by Lokbharti org. Visitor : 1112376