લોકભારતી ગ્રામવિદ્યા અનુસ્નાતક કેન્દ્ર

એમ.આર.એસ.(માસ્ટર ઓફ રૂરલ સ્ટડીઝ) માં  પ્રવેશ માટેની જરૂરી બાબતો

  જરૂરી લાયકાત    
 • કોઈપણ વિદ્યાશાખા (B.R.S., B.A., B.Com., B.S.W., B.B.A., B.Sc., B.C.A., તથા અન્ય) કે વિષયમાં સ્નાતક કક્ષાએ ઉતીર્ણ થયેલ હોવા જોઈએ.
 • જે વિદ્યાર્થીઓની સ્નાતકની માર્કશીટ ન આવી હોય તેઓ પ્રવેશ ફોર્મ ભરી શકશે પરંતુ પ્રવેશ પરિક્ષા વખતે અથવા મોડામાં મોડી તા. ૧૦/૦૬/૨૦૧૭ સુધીમાં  સ્નાતકની માર્કશીટ રજુ કરવાની રહેશે.
 • સરકારશ્રીના અનામત અંગેના પ્રવર્તમાન ધોરણો લાગુ પડશે.
 • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ૧૨મા ધોરણની માર્કશીટ, સ્નાતક માર્કશીટ સાથે જોડવા.
 • એસ.સી. અને એસ.ટી. ઉમેદવારોએ જાતિનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે.
 • ઓ.બી.સી. ઉમેદવારોએ જાતિના પ્રમાણપત્ર ઉપરાંત ૨૦૧૬/૧૭ ના વર્ષનું લાગુ પડે એવું નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર જોડવાનું રહેશે.
 • શારીરિક અક્ષમતા ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર જોડવાનું રહેશે.
    પ્રવેશ ફોર્મ મેળવવા    
 • પ્રવેશ ફોર્મ લોકભારતીની વેબસાઈટ (www.lokbharti.org) પરથી ઓનલાઈન તા.૨૦/૦૫/૨૦૧૭ થી ૦૨/૦૬/૨૦૧૭ સુધીમાં ભરી શકાશે.
 • પ્રવેશ ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી અને પ્રવેશ પરિક્ષા વખતે તેમાં જરૂરી પ્રમાણપત્રો જોડી સંસ્થામાં જમા કરાવવાનું રહેશે.
 • પ્રવેશ ફોર્મ ફી રૂ. ૧૫૦/- પ્રવેશ પરિક્ષાના દિવસે તા. ૦૬/૦૬/૨૦૧૭ ના રોજ જમા કરાવવાની રહેશે.
    પ્રવેશ પરિક્ષા    
 • પ્રવેશ ૩૦% સ્નાતકના ગુણ + ૪૦% લેખિત પરિક્ષાના ગુણ + ૩૦% મૌખિક (જૂથચર્ચા ૧૦% અને મૌખિક ૨૦%) પરિક્ષાના ગુણના આધારે ગુણાનુક્રમે આપવામાં આવશે.
 • એમ.આર.એસ માં પ્રવેશ માટેની લેખિત તથા મૌખિક પરિક્ષા તા. ૦૬/૦૬/૨૦૧૭ એ રહેશે.\
 • લેખિત પરિક્ષાનુ માળખું- અંગ્રેજી ૧૦ ગુણ, ગુજરાતી ૧૦ ગુણ, રીઝનીંગ ૪૦ ગુણ, જનરલ નોલેજ ૧૦ ગુણ, કૃષિ ૧૦ ગુણ, ગાંધીવિચાર અને ગ્રામવિકાસ ૨૦ ગુણ મળી કુલ ૧૦૦ ગુણનું રહેશે.
 • પ્રવેશ ઓર્ડર મેળવનાર વિદ્યાર્થીએ રૂ. ૨૦૦૦/- (નોન રીફન્ડેબલ) ભરી પોતાનો પ્રવેશ સુનીચ્ચિત કરવાનો રહેશે આ રકમ લવાજમમાં ગણી લેવામાં આવશે.
 • પ્રથમ સત્રનું લવાજમ ભાઈઓ ૨૦૮૦૦/-રૂ અને બહેનો ૧૭૫૦૦/-રૂ હાજર થયે પ્રથમ દિવસે જ ભરવાનું રહેશે.
Copyrights © 2014 & All Rights Reserved by Lokbharti org.